મોરબી તાલુકાના ઉચી માંડલ ગામમાં આવેલા ક્રીસાજ ફર્માસ્યુટિકલ તા મૂળ બનાસકાંઠા જિલ્લાના પેછદાલ ગામના વતની અલ્પેશ હેમસંગ ભાઈ ઠાકોર નામના 19 વર્ષીય યુવાનની માતા નર્મદાબેન બે વર્ષ પહેલા તેને છોડીને જતી રહી હતી માતા સાથે યુવાનને લગાવ વધુ હોવાથી તે ગુમ સુમ રહેતો હતો અને મોટા ભાગે ઘરની બહાર રહેતો હતો આ દરમીયાન ગત તા ૨૫ ફેબ્રુઆરીના રોજ ફેકટરીના ક્વાર્ટરમાં જ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
બીજા એક બનાવમાં મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલા ધર્મભૂમિ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ રમેશભાઈ રાઠોડ નામના યુવાનની 19 વર્ષીય પત્ની મમતાબેન હિરેનભાઈ રાઠોડ નામની પરણીતાએ અગમ્ય કારણસર ફાંસો લગાવી આપઘાત કરી લેતા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મહિલાના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અચાનક પત્નીના આ પગલાથી હિરેનભાઈ પણ સ્તબ્ધ થઇ ગયા હતા બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે
તો ત્રીજી આપઘાતની ઘટના મોરબીના રવાપર રોડ પર આવેલા વિજયનગરમાં રહેતા ધર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ કુણાપરા નામની મહિલા માનસિક બીમાર હોય અને જે અંગે સારવાર ચાલતી હોય અને આ કારણે કંટાળી જઈ પોતાની મેડે એસીડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

