મોરબી જિલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ પક્ષમાંથી 6 વખતે વિધાન સભાની ચૂંટણી લડત લડનાર જયંતિ જેરાજ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદ્દા અને પક્ષના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપી દીધું હતુ. તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિત સિંહ ગોહિલને તેનો રાજીનામું મોકલી આપ્યું હતું.
જયંતિ જેરાજ પટેલ કિશોર ચોખલિયા ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવવાના નિર્ણય થી નારાજ હતા અને તાજેતરમાં તેઓએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને પક્ષ દ્વારા કિશોર ચીખલિયાને પ્રમુખ ન બનાવવા જોઈએ તેમણે પક્ષ માં અવાર નવાર બળવો કરી પક્ષ ને નુકસાન પહોચાડવાનો આક્ષેપ કરી તેના નામ પ્રમુખ તરીકે નામ ન લેવા માંગણી કરી હતી આં ઉપરાંત તેમણે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાં તેમજ મોહમ્મદ પીરજાદા સામે પણ પક્ષને નુકસાન પહોચાડવાનો આક્ષેપ કર્યો હતો અને પક્ષની એક પણ મીટીંગ કે વિરોધ કાર્યક્રમમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપ કર્યા હતા જોકે પ્રદેશ પ્રમુખ શકિત સિંહ ગોહિલ ટશના મસ ન થતાં અંતે તેમણે રાજી નામુ આપી દીધું હતું.

