મોરબી નજીક આવેલા મચ્છુ ૩ ડેમ માં ગુરુવારે રાત્રીના સમયે એક યુવાને કુદી આપધાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા બાદમાં મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી વધુ તેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના છાત્રાલય રોડ પર વિજયનગરમાં રહેતા રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા નામના 35 વર્ષના યુવાને ગુરુવારે રાત્રીના મચ્છુ ૩ ડેમમાં કુદી આપઘાત કરી લીધો હતો.ઊંડા પાણીમાં ગરકાવ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને બહાર કાઢીને પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી છે તો વધુ તપાસ એમ એલ બારૈયા ચલાવી રહ્યા છે યુવાને ક્યાં કારણસર આપઘાત કર્યું તે અંગે તપાસ હાથ ધરી છે

