મોરબી શહેરના શનાળા રોડ વિસ્તારમાં રહેતા અને જેતપર ગામના વતની લલીતભાઇ અમરશીભાઇ કંડીયા નામના આધેડના ભાઈના ઘરે જેતપરમાં રાંદલનો પ્રસંગ હોવાથી તે પરિવાર સાથે ત્યાં ગયા હતા બપોરના સમયે તેઓ ગામમાં આવલ નંદાભાઈની ચા ની દુકાને બેઠા હતા તે દરમિયાન ગામના મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા ત્યાં આવી પહોચ્યા હતા અને તારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરવાની કેમ ના પાડે છે કહી ગાળો આપવા લાગ્યા હતા જેથી ગાળો આપવાની ના પાડતા આરોપીએ લલિતભાઈને ફ્ડાકા મારી દીધા હતા અને તારી દીકરીની બીજે સગાઈ નહી થવા દઉં કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટનાને પગલે બીજા લોકો એકઠા થઇ જતા આરોપી ત્યાંથી નીકળી ગયો હતો બાદમાં તેઓ પણ પ્રસંગમાં અટવાઈ ગયા હતા આ દરમિયાન લલીતભાઈના ફોન પર ફરી મુકેશભાઈના દીકરા ભાવિકે ફોન કરી તમે અને તમારા દીકરા ત્યાં રહેજો અમે આવી છીએ તેમ કહી ધોકા સાથે બન્ને પિતા પુત્ર ત્યાં આવી પહોચ્યા હતા ધોકા લઈને આવી બન્ને પિતા પુત્રને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે લલીતભાઈએ આરોપી મુકેશ રૂગનાથ અમૃતિયા અને તેના પુત્ર ભાવિક અમૃતિયા સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

