HomeGujaratમોરબીમાં પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદ ફટકારી

મોરબીમાં પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદ ફટકારી

મોરબીના રાજપર રોડ અપર આવેલા ભવાની જીનીંગ મિલમાં રહી મજુરી કામ કરતા ધુલારામ શાંતિલાલ પરમાર નામના શખ્સને તેની પત્ની મનીષા પર શંકા હોય અને તેના કારણે ઝઘડો કરતો હતો અને આ જ શંકાના કારણે બે વર્ષ પહેલા પત્ની મનીષા સાથે ઝઘડો કરી તેનું ગળું દબાવી હત્યા કરી ફરાર થઇ ગયો હતો આ બનાવમાં પોલીસે જે તે વખતે આરોપી ધુલારામ શાંતિલાલ પરમારને ઝડપી લીધો હતો અને મોરબી જેલ હવાલે કરાયો હતો ઘટનામાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ ફાઈલ કરતા કેસની ટ્રાયલ પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટ પી સી જોષીની કોર્ટમાં ચાલી હતી જેમાં બન્ને પક્ષ દ્વારા દલીલો અને પુરાવા રજુ કરાયા હતા.સરકારી વકીલ વિજયકુમાર જાની દ્વારા ફરીયાદી તરફી પક્ષ રજુ કર્યો હતો અને કેસને લગતા 17 મૌખિક પુરાવા તેમજ 29 લેખિત પુરાવા રજુ કર્યા હતા જે બાદ કોર્ટ દ્વારા તમામ પુરાવાને ચકાસવામાં આવ્યા હતા તેમજ સરકારી વકીલની દલીલ અને પોલીસ તપાસમાં રજુ થયેલા પુરાવા આધારે આરોપી ધુલારામ શાંતિલાલ પરમારને આજીવન કેદ ફટકરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આરોપી જેટલા દિવસ જેલ ભોગવી છે પણ મજરે આપવા હુકમ કરાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW