HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાં ટલ્લે ચઢેલી ઓવર બ્રીજની કામગીરીથી વાહન ચાલકો બેહાલ બન્યા

મોરબીના મહેન્દ્રનગરમાં ટલ્લે ચઢેલી ઓવર બ્રીજની કામગીરીથી વાહન ચાલકો બેહાલ બન્યા

મોરબી શહેરના પ્રવેશ દ્વારા સમાન મહેન્દ્રનગર ચોકડી પાસે એક તરફ હળવદ મોરબી રોડ તેમજ મોરબી પીપળી રોડના ફોર લેનની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ચોકડી પર ઓવર બ્રીજની કામગીરી જેના કારણે છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી આ વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદારોની હાલત કફોડી બની છે એક તરફ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે તો બીજી તરફ ત્યાં ધંધો કરતા દુકાનદારોને પણ તેમના વ્યસાયમાં મોટી મુશ્કેલી પડી રહી છે તેમ છતાં વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ વહેલી તકે બ્રીજ નું કામ પૂર્ણ થશે તો રાહત થશે તેમ વિચારી રહ્યા છે પરંતુ માર્ગ મકાન વિભાગ હોય કે સ્થાનિક વહીવટી તંત્રને જાણે કશો ફર્ક પડતો ન હોય તેમ છેલ્લા 4 મહિનાથી કામગીરી બ્રીજ બનાવતી એજન્સી દ્વારા અટકાવી દેવામાં આવી છે અને તેના કારણે સ્થાનિકોની મુશ્કેલી બેવડી થઇ ગઈ છે જે બ્રીજ 2024 સુધીમાં પૂર્ણ થઇ જવો જોઈતો હતો તેનું 50 ટકા કરતા પણ ઓછું કામ થયું છે જેના કારણે સ્થાનિકો આગામી મહિનાઓ સુધી હાલાકી નો સામનો કરવો પડશે દર વખતે માર્ગ મકાન વિભાગના અધિકારી બ્રીજ ડીઝાઇન માટે સ્થાનિકોની માંગણીને ધ્યાને લઇ ગાંધીનગર ફાઈલ મોકલાવી હોવાનું અને તેની મંજુરી મળી ગયા બાદ કામગીરી શરુ કરવામાં આવશે તેવો બચાવ કરી રહ્યું છે હાલ સરકારી વિભાગોમાં મંજુરીના વાકે બ્રીજનું કામ 4 મહિનાથી અટકી જતા પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ બની ગઈ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW