મોરબીમાં બાળકોને ઉઠાવી જનાર ગેંગ ઉતરી પડતી હોવાની અને તેની સાથે એક વીડિયો ફરતો થયો છે આં મેસેજ સોશ્યલ મીડિયામાં ફરતા ખોટો ગભરાહટ ફેલાયો હતો. જેમાં એક મેસેજ સાથે વિડીયો વાયરલ થયો હોય એ મેસેજમાં એવું લખ્યું હતું કે, મોરબીના સત્યમ ફ્લેટમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને પહેલા અડધો કલાક રેકી કરે છે અને પછી બાળકને સાઇડમાં બોલાવીને લઈ જાય છે. આથી દરેક માતા પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખવું અને ખાસ સમજાવવું કે કોઈ અજાણ્યા વ્યક્તિનો ભરોશો કરવો નહી. પોલીસને જાણ કરતા માલુમ પડ્યું કે આવી અલગ અલગ સ્થળના નામથીને ફરિયાદ નોધવાય છે. આ લખાણ સાથે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો રમતા હોય ત્યારે કોઈ બાળકીને સાઈડમાં બોલાવે છે. આ મેસેજ અંગે એ ડિવિઝન પીઆઇ એચ.જે.જાડેજાએ જણાવ્યું કે આવો કોઈ બનાવ બન્યો નથી. આવી કોઈ ટોળકી નથી. આ બાબત નરી અફવા સિવાય કશું જ તથ્ય નથી. એટલે લોકોએ ખોટી રીતે ગભરાવું નહિ.

