HomeGujaratમોરબી શહેરને સ્વચ્છ બનાવવા પાલિકા આજથી ઝુંબેશ હાથ ધરશે.

મોરબી શહેરને સ્વચ્છ બનાવવા પાલિકા આજથી ઝુંબેશ હાથ ધરશે.

મોરબી શહેર મહાનગર પાલિકાની સરકાર દ્વારા જાહેરાત તો કરાઈ પણ શહેરની હાલની જે સ્થિતિ છે તે મોટી ગ્રામ પંચાયત કરતા પણ ખરાબ છે. તેમાં પણ સફાઈ કામગીરીની વાત કરીએ તો સ્થિતિ પ્રતિદિન કથળતી જાય છે છેલ્લા એક વર્ષથી ડોર ટુ ડોર કચરા કલેક્શન ની કામગીરી જાણે ઠપ્પ થઇ ગઈ હોય તેમ મોટા ભાગના વિસ્તારમાં પાલિકાની ટિપર વાન કચરો લેવા જ આવતી ન હોવાની ફરિયાદો ઉઠતી હતીએ અને તેના કારણે લોકો જાહેર રોડ કે ખાલી પ્લોટ વિસ્તારમાં કચરો ફેકતા હતા પરિણામે શહેર ના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારમાં ઉકરડા વધ્ય હતા બીજી તરફ મર્યાદિત સફાઈ કર્મીઓ હોવાથી મુખ્ય માર્ગો ને બાદ કરતા અન્ય વિસ્તારમાં સફાઈ કામગીરી થઇ શકતી ન હતી

જોકે ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકા દ્વારા 1 જાન્યુ આરી થી ખાનગી એજન્સીને ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી સોપવામાં આવી છે હાલ ખાનગી એજન્સીની 28 ટિપર વાન વોર્ડ વિસ્તાર તેમજ મુખ્ય બજાર માંથી કચરા કલેક્શન શરુ કરવામાં આવ્યું છે. ચીફ ઓફિસર દ્વારા શહેરી જનોને ઘર પાસે જાહેર જગ્યામાં કચરા ફેકવાના બદલે જયારે તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વાહન આવે ત્યારે તેમાં ભીનો કચરો અને સુકો કચરો અલગ અલગ આપવો તેવી અપીલ કરી છે આ ઉપરાંત શહેરને ફરી એકવાર સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાલિકા દ્વારા ગુરુવારથી સફાઈ ઝુંબેશ શરુ કરશે આ અંગે ચીફ ઓફિસર સુશીલ પરમારના જણાવ્યા મુજબ મોરબી શહેરના મુખ્ય માર્ગો અને બજારમાં પાલિકાની ટીમ દ્વારા સઘન સફાઈ ઝુંબેશ શરુ કરવામાં આવશે સાથે સાથે જે વિસ્તારમાં લાંબા સમયથી કચરાના ઢગ પડ્યા રહે છે અને ઉકરડા જેવી સ્થિતિ બની છે તે આ સપ્તાહ દરમિયાન દુર કરવામાં આવશે આ ઉપરાંત પાલિકાના સફાઈ કર્મીઓ ને પણ જે પણ સ્થળે થી કચરો ઉઠાવવામાં આવે ત્યારે તેનો નિકાલ યોગ્ય રીતે વાહનમાં કરવામાં આવે તેવી પણ સુચના આપવામાં આવી છે મોરબી પાલિકા દ્વારા હાલ સફાઈ ઝુંબેશનો મસ મોટો દાવો કરાયો છે તે દાવાની અમલવારી થાય અને લોકોને સ્વચ્છ નગર મળે તેવી આશા વ્યક્ત કરાઈ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW