HomeGujaratમોરબીમાં ટ્રક હડફેટે થયેલા મહિલાના મોતની ઘટનામાં નવો વળાંક,પાડોશીએ માથે ટ્રક ફેરવી...

મોરબીમાં ટ્રક હડફેટે થયેલા મહિલાના મોતની ઘટનામાં નવો વળાંક,પાડોશીએ માથે ટ્રક ફેરવી હત્યા કર્યાનો ધડાકો

મોરબીના પંચાસર રોડ પર એક્ સપ્તાહ પહેલા એક મહિલાને ટ્રકે ઠોકર મારતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શરુઆતમાં પોલીસે અકસ્માત મોત અંગે ગુન્હો નોધી તપાસ કરતા આ બનાવ અક્સમાત નહી પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગવી ઢબે પૂછ પરછ કરતા હત્યા ને અંજામ આપનાર અગાઉ તેમનો પાડોશી હોવાનું અને ઘરની દીવાલ બાબતે ચાલતા ઝઘડાનો ખાર રાખી હત્યા કર્યા ની કબુલાત કરી હતી

મોરબીના પંચાસર રોડ પર આવેલા રાધાકૃષ્ણ નગર વિસ્તારમાં રહેતા કંકુબેન રમણીકભાઈ ડાભી નામની મહિલા ગત 31ના સાંજના સમયે દરણું દળાવી ઘર તરફ જતા હતા તે દરમિયાન જીજે૦૧-એક્સ ૩૮૮૮ નંબર ના ટ્રકે હળફેટે લેતા મહિલાનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં પ્રથમ દ્રષ્ટિ પોલીસ અકસ્માત મોત અંગે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી જોકે આ કેસમાં પોલીસ તપાસ કરતા નવો વળાંક આવ્યો હતો મહિલાને હડફેટે લેનાર ટ્રક ચાલક અમૃતભાઈ ચૌહાણ નામની વ્યક્તિ હોય અને આ શખ્સ અન્ય કોઈ નહી પણ 6 મહિના પહેલા તેના પાડોશમાં રહેતા હોવાનું સામે આવતા કેસ શંકાસ્પદ જણાયો હતો જેથી પોલીસ ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેશુભાઈ અને તેમના પાડોશી રમણીકભાઈના ઘરની એક જ દીવાલ હોય અને તે દીવાલના પ્લાસ્ટર કામ કરવા મુદે બન્ને પરિવાર વચ્ચે બોલાચાલી અવાર નવાર ઝઘડા બાદ અમૃતભાઈ અને તેના પત્ની 6 મહિના પહેલા બીજે રહેવા જતા રહ્યા હતા આ દરમિયાન તેમની પત્ની બીમાર રહેતા હોવાથી અમૃતભાઈ એક ભુવા પાસે જોવડાવવા ગયા હતા જ્યાં ભુવાએ કોઈ તેને નડતું હોવાની વાત કરતા આરોપી અમૃતભાઈએ પાડોશી નડતા હોવાનું માની લીધું હતું આ ઉપરાંત અગાઉ પણ પરિવાર વચ્ચે ઝઘડા ચાલતા હોવાથી તેનો ખાર હતો જેથી તેનો ખાર રાખી કંકુબેનને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું ભૂતકાળમાં પાડોશી હોવાથી પરિવારની અવર જવર વિશે ઝીણી ઝીણી માહિતી હતી અને તેનો લાભ લઇ ગત તા 31 ના રાત્રીના મહિલા પર તેનો જ ટ્રક ફેરવી દીધો હતો બાદમાં ટ્રક ત્યાંથી મૂકી ફરાર થઈ ગયો હતો બનાવમાં પોલીસે આરોપી અમૃત ચૌહાણ સામે આઈપીસી કલમ 302નો ઉમેરો કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW