HomeGujaratજામનગરના ગોવાણા ગામમાં ખેત મજુરનો બાળક બોરમાં ખાબક્યો, NDRFએ રેસ્ક્યુ ઓપરેશન હાથ...

જામનગરના ગોવાણા ગામમાં ખેત મજુરનો બાળક બોરમાં ખાબક્યો, NDRFએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં એક ખેત મજુરનું બે વર્ષ નું બાળક રમત રમતા બોરમાં ખાબક્યું હતું થોડી વાર બાદ બાળકના રડવાનો અવાજ આવતા આસપાસના લોકો આવી પહોચ્યા હતા અને બાળકને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો જોકે સફળ થઇ શક્યા ન હતા જે બાદ આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરતા જામનગર ફાયર વિભાગની ટીમ તેમજ મામલતદાર તેમજ એન ડી આર એફની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી

અને બાળકને બચાવવા પ્રયાસ કર્યો હતો એનડી આર એફ દ્વારા બાળકને બચાવવા રોબોટની મદદ લેવામાં આવી રહી છે તો બાળકને શ્વાસ મળી રહે તે માટે ઓક્સીજન પણ આપવમાં આવી રહ્યું છે આ રેસ્ક્યુ ઓપરેશન મોડી રાત સુધી ચાલશે તેવી શક્યતા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW