મોરબી શહેરમાં આવેલા વાવડી રોડ પરના વિભૂતિ હોલમાં લગ્નપ્રસંગમાં આવેલા એક પરિવારે તેની કારમાં એક પર્સમાં રૂ 1.35 લાખનો હાર રાખ્યો હતો જે અજાણ્યા શખ્સને ખ્યાલ આવી જતા કારનો કાચ તોડી તેની ચોરી કરી ફરાર થઇ ગયો હતો આ ઘટનામાં પોલીસે ગોંડલના એક શખ્સને ઝડપી લીધો હતો અને તેના સામે ગુન્હો નોધી કોર્ટમાં રજુ કર્યો હતો
મૂળ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના વતની કિરિટ ભાઈ મનસુખ ભાઈ નીમાવતે ગત તા27 જાન્યુઆરીના રોજ તેમના સબંધી ના ઘરે લગ્ન પ્રસંગમા હાજરી આપવા મોરબીના વાવડી રોડ પર આવેલ પવિત્ર હોલ ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા રાત્રે પવિત્ર હોલ માં દાંડિયા રાસ નો કાર્યક્રમ હોવાથી તેઓએ પાર્કિંગ માં તેની કાર રાખી હતી અને તેના પત્નીએ પહેરેલ હાર પર્સમાં રાખી પર્સ કારમાં રાખ્યું હતું દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા કારનો કાચ તોડી તેમાં રહેલ પર્સમાંથી રું.1.53લાખનો હાર ચોરી કરી ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે કિરીટભાઈએ એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગોંડલના આશાપુરા ચોકડી વિસ્તારના વતની ધરમ જશવંતભાઈ ધાંધલ્યા નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી વધુ તપાસ અર્થે આરોપીને કોર્ટમા રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી

