HomeGujaratવાંકાનેરના મહિકામાં ફરી એકવાર દીપડાની એન્ટ્રી ઘેટાનું મારણ કર્યુ

વાંકાનેરના મહિકામાં ફરી એકવાર દીપડાની એન્ટ્રી ઘેટાનું મારણ કર્યુ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાની કડકડતી ઠંડી ના કારણે અવાર નવાર દીપડા માનવ વસાહત તરફ આવી ચઢે છે અને માલઢોરનું મારણ કરતા હોય છે અગાઉ અલગ અલગ ગામમાં શિકાર કર્યા બાદ ગઈ કાલે મહિકા ગામમાં દીપડો ત્રાટક્યો હતોં ને નેશનલ હાઇવે પાસે આવેલી અજવા કોમ્પ્લેક્ષના પાછળના ભાગે આવેલી સોસાયટીમાં રહેતા ઈલ્મુદીન દોશ મામદ બાદીના ઘરની 5 ફૂટ ઉચી દીવાલ કુદી ફળીયામાં ઘુસી ગયો હતો અને ફળીયામાં બાંધેલા ઘેટાનો શિકાર કરી તેની મિજબાની માણી હતી જોકે આ ઘટનાની પરિવારજનોને વહેલી સવારે થઇ હતી વાંકાનેરના મહિકા ગામમાં અગાઉ પણ દીપડાએ મારણ કર્યું હતું હવે ઘરમાં ઘુસી દીપડા શિકાર કરવા લગતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW