વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામમાં આવેલા શ્રી વિજય એગ્રો એન્ડ ફુડ પ્રોડક્ટ નામના કારખાનામાં રવિવારે વહેલી સવારે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ફેક્ટરીના ઓફીસની બારીની ગ્રીલ તોડી ઓફિસમાં ગેર કાયદે પ્રવેશ કર્યો હતો અને ઓફીસનો લોકર તોડી આ તસ્કર ટોળકી રૂ 1.94 લાખ જેટલી રકમની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી બનાવ અંગેની જાણ થતા ફેક્ટરીના માલિક કૌશલભાઇ રમણિકભાઇ જયસ્વાલ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોધાવી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

