HomeGujaratમોરબીના પીપળી રોડને ફોરલેન કરવાની કામગીરીને કારણે ટ્રાફિકની અંધાધૂંધી

મોરબીના પીપળી રોડને ફોરલેન કરવાની કામગીરીને કારણે ટ્રાફિકની અંધાધૂંધી

મોરબીનો સીરામીક ઝોન ગણતા અને અનેક સીરામીક સહિતની ફેકટરીઓને કારણે મોટી સંખ્યામાં, ટ્રક, ડમ્પર, કન્ટેનર સહિતના હજારો વાહનોની અવરજવર ધરાવતા જેતપર પીપળી રોડ થોડા સમય પહેલા એકદમ ખરાંબ થઈ જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હમણાંથી વાહનોની અવરજવરને લઈને માર્ગને પહોળો કરવા માટે કરોડોના ખર્ચે ફોરેલન બનાવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને ડબલ પટીનો વાહન વ્યવહાર એક જ માર્ગમાં આવી જતા અને ઉપરથી આડેધડ કામગીરીને કારણે જયારેથી આ ફોરેલનનું કામ શરૂ થયું હોય ત્યારથી જ વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે. જેતપર પીપળી રોડ ઉપર એક પણ એવો દિવસ ગયો નથી કે જ્યારે ટ્રાફિકજામ થયો ન હોય. દરરોજ અનેકવાર ટ્રાફિકજામ સર્જાઈ છે. આથી વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. આજે પણ આ માર્ગ ઉપર કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય સંબધિત તંત્ર આ માર્ગ ઉપર ટ્રાફિકજામ ન થાય તે રીતે કામગીરી કરી યોગ્ય ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW