મોરબી માળિયા મિયાણા નેશનલ હાઇવે પર આવેલા કાવેરી સિરામિક પાસે નં.GJ-36-T-4623 નંબરનો ડમ્પર ટ્રક પાર્ક કરીને રાખ્યો હતો તે દરમિયાન પાછળથી એકનં.GJ-3-EF-1384 નંબર નું બાઈક અચાનક ધસી આવ્યું હતું અને ડમ્પરના પાછળના ભાગે અથડાયુ હતું આ ઘટનામાં બાઈક સવાર વ્યક્તિને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું નીપજ્યું હતું બનાવ અંગેની જાણ થતા બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલકની ફરિયાદ આધારે મૃતક બાઈક સવાર સામે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

