HomeGujaratમોરબીમાં 10મી માર્ચે સર્વ જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ યોજાશે,વાત્સલ્ય એજ્યુકેશન,હિતમ ચેરીટેબલનું આયોજન

મોરબીમાં 10મી માર્ચે સર્વ જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ યોજાશે,વાત્સલ્ય એજ્યુકેશન,હિતમ ચેરીટેબલનું આયોજન

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓ કરી રહેલ વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાત સમૂહ લગ્નો થી 229 દીકરીઓ ના લગ્નો કરાવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થાઓ સાથે મળી આઠમા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નોત્સવ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે છે જેમાં પિતા વગરની દીકરીને પહેલા પ્રધ્યન આપવામાં આવશે.
આ લગ્નોત્સવ માં જોડાવવા ઇચ્છતા પરિવારોએ તા 24 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીમાં પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસ પરા મેઈન રોડ, મોરબી ખાતે થી સવારે 10 થી 1 અને સાંજે 5 થી 7 દરમિયાન ફોર્મ મેળવી લેવાના રહેશે.
આ સમૂહ લગ્નોત્સવ ના સમયે કન્યાની ઉંમર 18 પૂર્ણ અને વર ની ઉંમર 21 પૂર્ણ તેમજ પ્રથમ લગ્ન વાળા જ આવેદન કરી શકશે.
આ લગ્નોત્સવ માં દાન આપવા કે સ્વયંસેવક તરીકે સેવા આપવા સંપર્ક કરો.પરેશકુમાર પારિઆ મો. 87329 18183 , ડો.હાર્દિક જેસ્વાણી મો. 9228800108 તેમજ ડો.મિલન ઉઘરેજા મો. 8758833388 પર સંપર્ક કરવાનો રહેશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW