HomeGujaratમોરબી રામમય થયું ગામડાથી લઇ શહેર સુધી રોશની રોનક છવાઈ, રામધુન...

મોરબી રામમય થયું ગામડાથી લઇ શહેર સુધી રોશની રોનક છવાઈ, રામધુન શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમો

કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થતા આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે સમગ્ર ભારતમાં આ આયોજનની જોર શોરથી ઉજવણી થઈ રહી છે જાણે આંખો દેશ અયોધ્યામાં પરિણમ્યું હોય તેમ ઠેર ઠેર ઉજવણી શરુ થઇ ગઈ હતી છેલ્લા કેટલાય દિવસોથી અક્ષત કળશ યાત્રા ધાર્મિક સ્થળોની સફાઈ તેમજ અલગ અલગ કાર્યક્રમો યોજાયા બાદ હવે રામ મંદિર ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને 24 કલાક જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે દેશભરમાં અનેરો ઉત્સાહ ચરમસીમાએ પહોચ્યો છે. તો મોરબી જીલ્લો પણ કેવી રીતે બાકાત રહી શકે મોરબી શહેરની તમામ નાની મોટી સોસાયટીઓમાં રામધુન મહા પ્રસાદ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે મોરબી શહેરના દરબાર ગઢ ખાતે આવેલા રામ મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે તો શહેરના તમામ માર્ગના પ્રવેશ દ્વાર પર કેસરિયા ધ્વજ પતાકા તેમજ કેસરિયા ગેટ લગાવવામાં આવ્યા છે તો લાઈટના શણગાર પણ કરવામાં આવ્યા છે

મોરબી શહેરના હાદ સમાં વિસ્તારમાં બાપા સીતારામ ચોકમાં બે દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં 21 જાન્યુઆરી રોજ રાત્રે 9 કલાકે સમૂહ હનુમાન ચાલીસા પાઠ,રાત્રે 10 વાગ્યે વિવિધ શાળાઓના છાત્રો દ્વારા તૈયાર કરેલી કૃતિ રજુ કરશે 11 વાગ્યા રાસ ગરબાનું આયોજન કરાયું છે તો 22મી જાન્યુઆરીના રોક સવારે દ્વારા 9 કલાક શહેરના અલગ અગલ વિસ્તારમાંથી શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં શહેરના અવની ચોકડી વિસ્તાર(રામ દ્વાર )થી એવન્યુ પાર્કથી (લક્ષ્મણ દ્વાર) ,રવાપર ચોકડીથી (સીતા માતા દ્વાર) નવા બસ સ્ટેશન સરદાર પ્રતિમા સુધી (હનુમાનજી દ્વાર) થી શોભા યાત્રા પ્રસ્થાન કરાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW