HomeGujaratસજનપરમાં ખેડૂતના ઉભા પાક પર માથાભારે શખ્સોએ JCB ફેરવી દીધું,વાઘજી બોડાના દીકરા...

સજનપરમાં ખેડૂતના ઉભા પાક પર માથાભારે શખ્સોએ JCB ફેરવી દીધું,વાઘજી બોડાના દીકરા સહિત 4 સામે ફરિયાદ

વાંકાનેર શહેરમાં રહેતા અને ટંકારા તાલુકાના સંજન પર ગામમાં આવેલા રંગ અવધૂત નામની વાડીમાં ખેતીની જમીન ધરાવતા પંકજભાઈ દિવેશ્વરભાઇ ત્રિવેદી નામના વૃધ્ધે ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું જોકે આ જગ્યા પર બિલેશ્વર મહાદેવ મંદિર વતી જયેશભાઈ લાલજી ભાઈ દ્વારા ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જેનો હુકમ તેમના વિરુદ્ધ આવતા પંકજભાઈએ પ્રાંત કચેરીમાં હુકમ વિરુદ્ધમાં અરજી કરી હતી આ દરમિયાન ગત 17 જુલાઈના રોજ પ્રવીણ નાથાભાઈ ઘોડાસરા,નાફેડના પૂર્વ ચેરમેન સ્વ વાઘજી બોડાના પુત્ર હસમુખ વાઘજી બોડા,જયેશભાઇ લાલજીભાઇ પટેલ ,કિશોરભાઇ લવજીભાઇ પહોચી ગયા હતા અનેગેરકાયદેસર વાડી જમીનમા પ્રવેશ કરી સર્વે નં. 891 પૈકી 2 વાળી વાડીમા રહેલ દરવાજો તેમજ સિમેંટ્પોલ તોડી નાખી નુકશાન કરેલ તેમજ સર્વે નં. 780 પૈકી 31 વાળી વાડી જમીનમા કપાસના પાકમા બહારથી જેસીબી બોલાવી નુકશાન પહોચાડ્યું હતું બનાવ અંગે પંકજભાઈએ પ્રવીણ નાથાભાઈ ઘોડાસરા,નાફેડના પૂર્વ ચેરમેન સ્વ વાઘજી બોડાના પુત્ર હસમુખ વાઘજી બોડા,જયેશભાઇ લાલજીભાઇ પટેલ ,કિશોરભાઇ લવજીભાઇ સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW