HomeGujaratવાંકાનેરના રાતીદેવડી ગામે પાણીની સમસ્યાથી ત્રાહિમામ થઇ રોડ ચક્કાજામ કરીને પાણી આપવાની...

વાંકાનેરના રાતીદેવડી ગામે પાણીની સમસ્યાથી ત્રાહિમામ થઇ રોડ ચક્કાજામ કરીને પાણી આપવાની માગ કરી

વાંકાનેર ના રાતીદેવડી ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે ત્યારે આજે રાતે દેવડી ગામના લોકોની ધીરજ ખૂટી હતી અને પાણી આપોની માંગ સાથે રોડ ઉપર ઉતરી આવ્યા હતા ગામવાસીઓ રોડ ઉપર ઉતરી અને વાહનો અટકાવી ચકાજામ કર્યો હતો જેના પગલે પોલીસ સરપંચ તલાટી મંત્રી સહિતના દોડી આવ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો
આજે વાંકાનેર જડેશ્વર રોડ પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો રોડ પર આવતા જતા વાહનો અટકાવી ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામા આવ્યો હતો જેને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી એકાદ કલાક કરતા વધુ સમય સુધી રોડ બ્લોક કરી ગ્રામજનો એ વિરોધ નોંધાવ્યો હતો જેથી પોલીસ બાદ ગામના સરપંચ અને મંત્રી દ્વારા લેખિત બાહેંધરીઆપવામાં આવી હતી જેથી ગ્રામજનોએ સંતોષ માન્ય હતો અને મામલો થાળે પડ્યો હતો બાદમાં પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્ય હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW