બે દિવસ પહેલા લુપ્ત થતી પ્રજાતિમાં આવતું જરખ નામનું વન્ય પ્રાણી હળવદ શહેરની મામલતદાર કચેરી આસપાસ ફરતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો જે બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું ને તેને પકડવા ટ્રેપ ગોઠવી હતી જોકે તે પાંજરે પુરાય તે પહેલા માળિયા અમદાવાદ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ નજીક ગઈ કાલે રાત્રે અજાણ્યા વાહન હડફેટે ચઢી ગયું હતું અને મોતને ભેટયું હતું ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો ક્બ્જો મેળવી પીએમ માટે વેટરનરી હોસ્પિટલ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી

