HomeGujaratમોરબીમાં રહેતા PVTG જૂથના આદિવાસી પરિવારને PM જનમન અંતર્ગત સરકારી યોજનાની લાભનું...

મોરબીમાં રહેતા PVTG જૂથના આદિવાસી પરિવારને PM જનમન અંતર્ગત સરકારી યોજનાની લાભનું વિતરણ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં વસતા આદિવાસી પરિવારના કલ્યાણ અર્થે પ્રધાનમંત્રી જનમન અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત દેશના આદિવાસી પરિવારને સરકારી યોજનાનો લાભ આપી તેમના જીવન ધોરણ સુધારો લાવવાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત મોરબી જીલ્લામા વસતા પીવીટીજી જુથમાં સમાવિષ્ટ 75 જેટલા આદિવાસી પરિવારને સરકારી યોજનાનો લાભ આપવાના હેતુથી જિલ્લા કલેકટરની સુચનાથી આગામી તા 15 જાન્યુઆરી સોમવારના રોજ 10 :30 કલાકે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી શહેર મામલતદાર કચેરી એનસીસી કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમ દરમિયાન 10 પરિવારને પ્રતીકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ,એન એફ એસ એ રાશન કાર્ડ , જાતીનું પ્રમાણપત્ર તેમજ ગેસ કનેક્શન સહિતના લાભ સ્ટેજ પરથી મહાનુભાવ દ્વારા વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા,ઉપરાંત જિલ્લા કલેકટર જી ટી પંડયા જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ કુમાર વર્મા શહેર મામલતદાર સહીતના આગેવાન હાજર રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW