વ્હેલી સવારે આવવા જવાનો એક જ રસ્તો રહેતા સિવિલ હોસ્પીટલથી સરદાર બાગ સુધી વાહનોના થપ્પા લાગ્યા
મોરબી શહેરમાં લાંબા સમયથી સુસ્ત પડેલી વિકાસની ગાડી નવા વર્ષના શરૂઆત સાથે પુર જોશમાં ચાલી થઈ ગયું હોય તેમ અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા અને અન્ય બાંધકામ શરૂ થવા લાગ્યા છે.મોરબીના સામાકાંઠા વિસ્તારમાં 79 કરોડના ખર્ચે ઓવર બ્રીજનું કામ શરૂ થઈ ગયુ છે તો આં બ્રિજ ના ખાત મુહુર્ત સાથે સાથે અન્ય રું.10 કરોડના રોડ રસ્તા ભૂગર્ભ ગટરના કામનું પણ ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. હવે આ તમામ કામ પૈકી મોરબીના પંચાસર રોડ તેમજ ગાંધી ચોકથી નરસંગ ટેકરીના સીસીરોડ નું કામ શરુ થશે આ માટે પાલિકા દ્વારા પંચાસર રોડ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગાંધી ચોકથી નરસંગ ટેકરી સુધીના રું.3.98કરોડના ખર્ચે સીસી રોડ પણ મંજૂર કરવામાં આવ્યો છે તેનું કામ પણ આજથી શરૂ કરવામાં આવ્યું હતું. જોકે પાલિકા દ્વારા આ કામગીરી માટે ગાંધી ચોકથી ચિંતામણી કોમ્પલેક્ષ સુધીના માર્ગ બંધ કરી દિધો હતો અને રોડ ને બંને તરફ બેરીકેડ લગાવી વાહનોની અવરજવર બંધ કરી દીધી છે.જેના કારણે વાહનોની અવરજવર માત્ર શનાળા રોડ પર વળી હતી.

રામ ચોક થી સિવિલ હોસ્પિટલ સુધીનો રોડ એક દમ સાકડો હોય અને તેના કારણે તંત્ર દ્વારા વન વે જાહેર કરવામાં આવ્યો હતો.જોકે રવાપર રોડ બંધ કરી બન્ને તરફ વાહનની અવર જવર એક તરફ જ રાખવામાં આવતા રોડ પર વાહનોના થપ્પા લાગ્યા હતા. તેમાં પણ રામ ચોક પાસે ચારેય તરફથી વાહનો એકઠા થયા હતા. જેના કારણે રવાપર રોડ શનાળા રોડ, સાવસાર પ્લોટ મેઇન રોડ સહિતના તમામ સ્થળે થી વાહનો એક તરફ આવતા ટ્રાફીક જામ સર્જાયો હતો અને ઠેર ઠેર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ગાંધીચોક થી શનાળા તરફ જતા અથવા શનાળા થી ગાંધી ચોક તરફ જતા રોડ ને સાવસર પ્લોટ તરફ તેમજ રવાપર થી આવતા જતા વાહન અયોધ્યપુરી રોડ થઈ ડાયવર્ટ કરવામાં આવે નહેરુ ગેટ ચોકથી રવાપર તરફના રોડને લીલપર રોડથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ થઈ ચિંતામણી કોમ્પલેક્ષ સુધીના ડાયવર્ઝન કરવામાં આવે તો લોકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળે તેમ હોવા છતાં કોઈ પણ પ્રકારની આગોતરી જાણકારી કે વ્યવસ્થા વિના ગાંધી ચોક નો રસ્તો બંધ કરતા આખો દિવસ શનાળા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો ખાસ કરીને સાંજના સમયે તો રસ્તા પર રીતસરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. અને લોકોજામ માં ફસાયા હતા.

