મોરબીના સિરામિક ઉદ્યોગ ઝોન વિસ્તારમાં આવેલા રંગપર ગામની હદમાં આવેલ સ્પેન્ટો કોન સિરામિક ફેકટરીમાં સોમવારે શોર્ટ સર્કીટને કારણે આગ ફાટી નીકળી હતી જેને પગલે મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગ રંગપર રોડ પર આવેલ સ્પેન્ટો કોન સિરામીકમાં આગ ફાટી નીકળતા મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમને જાણ કરવામાં આવી હતી જે બાદ મોરબી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં બનાવ સ્થળે ડીઝલ બેરલ એન્ડ ડીજી સેટમાં ઓઈલ હોવાથી પાણી સાથે ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યું હતું અને વધુ નુકશાન થતા બચાવ્યું હતું આગનું પ્રાથમિક તારણ મુજબ શોટ સર્કિટ થી થયાનું જાણવા મળ્યું છે.

