ગત તા 31 ડીસેમ્બરના રોજ બેંગલોર ખાતે હિમાલયા યોગાસના ઓલિમ્પિયાડની નેશનલ યોગ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું ,આ ઓલમ્પિયાડ ચેમ્પિયન શીપમા ગુજરાતના કોડીનેટર દિવ્યાબેન ડોનના માર્ગદર્શન હેઠળ જામનગરના કોયલી ગામના વતની એવા યોગ કોચ જાડેજા વિશ્ર્વજીતસિંહે પણ ભાગ લીધો હતો અને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતનુ ગૌરવ વધાર્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે યોગ કોચ વિશ્વજીત સિંહને પરિવાર મિત્રો અને સગા સબંધી ઓએ શુભેચ્છા પાઠવી હતી

