ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા સિલિકોસીસ બીમારી ને લઇ માર્ગદર્શન સેમીનાર યોજાયો
ઔદ્યોગિક નગરી મોરબીમાં 1000થી વધુ સિરામિક એકમ તેમજ પેપરમિલ,ઘડિયાળ પ્લાયવુડ નોન વુવન પોલી પ્લાસ્ટ સહિતની અનેક નાની મોટી ફેક્ટરી આવેલી છે અને આ ફેકટરીમાં લાખોની સંખ્યા શ્રમિકો મજુરી કામ કરી રહ્યા છે જેમાંથી મોટાભાગના શ્રમિક અન્ય રાજ્યમાંથી પરિવાર સાથે આવતા હોય છે પરિવાર સાથે આવેલા આ લોકોના કમાનાર વ્યક્તિ એક થી બે હોય છે આવી સ્થિતિમાં જો તેમની સાથે આકસ્મિક ઘટના બને અને તેમાં ગંભીર ઈજા ગ્રસ્ત થાય અથવા મોત થાય તો તેના પરિવાર બેસહારા બની જતું હોય છે આવી ઘટનાને અટકાવવા મજૂરોની સુરક્ષા લગતા અનેક કાયદા અમલમાં છે તેમજ છતાં અનેક કારખાનેદાર તેનું પાલન ન કરતા શ્રમિકો નો જીવ જતો હોય છે ત્યારે આવી ઘટના અટકાવવા પગલા સમયાંતરે જરૂરી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે આ કામગીરીના ભાગરૂપે તા 3 જાન્યુઆરી ના રોજ સિરામિક ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના હોલમાં કારખાનેદારો સાથે ઔદ્યોગિક સલામતી વિશેનો સેમિનાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, મોરબી યુ.જે.રાવલ ની અધ્યક્ષતામાં ઉદ્યોગોમાં અકસ્માત નું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ હતી ઉપરાંત મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં થતા સિલિકોસીસ નામના વ્યવસાય જન્ય રોગ માટે શ્રમયોગીનું મેડીકલ તપાસ ફોર્મ નંબર 32 મુજબ તથા નવા જોડાતા શ્રમયોગી માટે ફિટનેસ સર્ટિફિકેટ ફોર્મ નંબર 33 મુજબ કરાવવું જરૂરી છે તથા એલપીજી ગેસ નો વપરાશ થતો હોય તેના હેન્ડલિંગ સંબંધિત તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા,1948 અંતર્ગત આપવામાં આવેલ હતી

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો તથા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વિવિધ પ્રમુખ વિનોદભાઈ ભાડજા, હરેશભાઈ બોપલિયા, વિપુલભાઈ તથા ડી.જી.પંચમિયા રિટાયર્ડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય હાજર રહેલ તેમજ ડોક્ટર જીગ્નેશ ઝાલાવાડીયા, સર્ટિફાઇંગ સર્જન, સૌરાષ્ટ્ર કચ્છ રીજીયન મદદનીશ નિયામક આર.જી.ચૌધરી તથા તથા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી પી.એમ. કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો

