HomeGujaratવાંકાનેરમાં સામુહિક આપઘાતની ઘટના માતા,બે યુવાન પુત્રીઓએ ફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવતા ચકચાર

વાંકાનેરમાં સામુહિક આપઘાતની ઘટના માતા,બે યુવાન પુત્રીઓએ ફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવતા ચકચાર

2024ના વર્ષના પ્રારંભમાં વાંકાનેર શહેરમાં 45 વર્ષની મહિલા અને તેની બે પુત્રીઓએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતા વાંકાનેર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આપઘાતનું સાચું કારણ સામે આવ્યું નથી જોકે પ્રાથમિક માહિતી મુજબ એક મહિના પહેલા પુત્રના આપઘાત બાદથી માતા અને પુત્રીઓ દુખી રહેતા હોય અને આ કારણે પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા નામની 45 વર્ષીય મહિલા, તેમજ તેની 19 વર્ષીય પુત્રી સેજલબેન ભરતભાઈ ખાંડેખા અને અંજુબેન ભરતભાઈ ખાંડેખા અને 23 વર્ષીય પુત્રી પોતાના ઘરે એકલા હતા દરમિયાન આજે વહેલી સવારે પોતાના ઘરે એકલાં હોય ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો વર્ષના પ્રથમ દિવસે જ મહિલાએ એમ એક જ પરિવારના ત્રણ સભ્યોએ 2024ના વર્ષના પ્રથમ દિવસે જ એક પરિવારના ત્રણ સભ્યોના આપઘાતની ઘટનાથી સમગ્ર ભાટિયા સોસાયટી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

આ જ પરિવારનો યુવાન પુત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો અને તેમાં નાપાસ થવાની ડરે નાસી પાસ થઇ અગિયાર મહિના પહેલા આપઘાત કરી લીધો હતો અને તે બાદથી માતા અને બન્ને બહેનો ગુમ સુમ રહેતી હતી જોકે આપઘાત નું કારણ સામે આવ્યું નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW