HomeGujaratખીરઈ પાટિયા નજીકથી ગેરકાયદે યુરીયા હેરાફેરી પ્રકરણ માં બે વેપારી પેઢીના સંચાલક...

ખીરઈ પાટિયા નજીકથી ગેરકાયદે યુરીયા હેરાફેરી પ્રકરણ માં બે વેપારી પેઢીના સંચાલક મળી 4 સામે ગુન્હો નોધાયો

કચ્છ નેશનલ હાઇવે પર આવેલા માળિયા તાલુકાના ખરઇ ગામના પાટિયા પાસે ગત તા 21 સપ્ટેમ્બર ના રોજ રાજ્ય વેરા વિભાગની ટીમ દ્વારા શંકાના આધારે એક જીજે 12 બીવી 1636 નંબરના ટ્રકને રોકાવી તેની બિલ્ટી તપાસ કરતા તે શંકાસ્પદ હોવાથી ટ્રકની તલાસી લેતા તેમાંથી મોટા ખાતર પકડાયું હતું જે ગેરકાયદે ખેડૂતોને આપવમાં આવતું નીમ કોટેડ યુરિયા હોય અને ઔદ્યોગિક વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું સામે આવતા જીએસટી વિભાગ દ્વારા સબંધિત વિભાગને જાણ કરતા મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવમાં આવ્યા હતા જેના રીપોર્ટમાં ખાતર ખેતીવાડી માટે ઉપયોગમાં લેવાતા નીમ કોટેડ યુરીયા હોવાનું સામે આવતા અંતે માળિયા તાલુકા ખેતવાડી અધિકારી તરંગભાઇ અશોકભાઇ ફળદુ દ્વારા ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના વતની મહેશભાઈ વિરમભાઈ મેવાડા, (૨) ટ્રકના માલિક પદુભા રહે. ઉપરાંત ખાતરના ગેર કાયદે ખરીદ વેચાણ સાથે જોડાયેલા અમદાવાદનાં કટારીયા એન્ટરપ્રાઇઝના સંચાલક (૪) ગાંધીધામના મે. બ્લુ ડાયમંડ એ ડબલ્યુ નામની પેઢીના સંચાલક એમ 4 લોકો વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ના ખંડ–૨૫(૧) ની જોગવાઈઓના ભંગ બદલ આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ ૩ નો ભંગ થવાથી તે જ કાયદાની કલમ ૭(૧)(એ)(૨) મુજબ ગુન્હો નોધી આરોપીઓનો શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW