HomeGujarat141 કરોડના ખર્ચે તૈયાર થનારા મોરબી અનિયારી ફોર લેન રોડ નવા વર્ષમાં...

141 કરોડના ખર્ચે તૈયાર થનારા મોરબી અનિયારી ફોર લેન રોડ નવા વર્ષમાં પૂર્ણ થાય તેવી આશા

સિરામિક ઝોન એવા મોરબી થી અણિયાળી ગામને જોડતા ૨૪ કિમી નું૫૦ ટકા કામ પૂર્ણ

મોરબીના સિરામિક ઝોન અને સતત ટ્રાફિક થી ધમધમતા એવા મોરબી જેતપર અણિયાળી રોડનું કામ. છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે જોકે અલગ અલગ વિભાગના સંકલન અભાવે આં કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે.જોકે આવનાર વર્ષમાં આં રોડનું કામ ઝડપીથી પૂર્ણ થાય તેવી સંભાવના છે ૧૪૧કરોડના ખર્ચે તૈયાર થનારા ૨૪ કિમીના આં ફોર લેનનું કામ છે જેમાં ૮ નવા અને ૯ જૂના નાલા કુલ ૧૭ નાલા પર બ્રિજ, બન્ને વચ્ચે ડીવાઈડર, સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ, સહિતના કામનો સમાવેશ થાય છે. હાલ ૧૨ કિમીનું કામ પૂર્ણ થઈ ગયું છે તો૧૨કિમીની કામ ચાલુ છે.આં ઉપરાંત મોટા ભાગના નાલા પર પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે.માર્ગ મકાન વિભાગના ઈનચાર્જ કાર્ય પાલક ઇજનેર હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ આ a રોડનું ઓકટોબર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે અને લોકો માટે માટે ખુલ્લો મૂકી દેવાશે આં રોડ નિર્માણ થતાં હાલ૨૪ કિમીની અંતર કાપતાં લગભગ એક કલાક કરતાં પણ વધારે સમયે લાગે છે તેમાં ઘટાડો થશે આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં ઘટાડો થશે તેમજ સિરામિક ઉદ્યોગમાં ખરાબ રોડના કારણે માલ સામાનમાં થતાં નુકશાન માં મોટા પાયે ઘટાડો થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW