વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પાસેની ઘટનામાં 20 દિવસ કરતા પણ વધુ સમય થવા છતાં આરોપીઓ નાસતા ફરતા હોય ત્યારે આ કેસમાં પોલીસ હજુ સુધી એક પણ આરોપીઓને ઝડપી શકી નથી તો બીજી તરફ આરોપીઓ એક પછી એક આગોતરા જામીન અરજી મૂકી રહ્યા છે અગાઉ બે આરોપીઓની મોરબી કોર્ટે જામીન અરજી ના મંજુર કર્યા બાદ વધુ બે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરદેવસિંહ જયુભા ઝાલા નામના આરોપીઓ દ્વારા મોરબી સેકન્ડ એડીશનલ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે અરજીમાં પોલીસે બન્નેને ખોટી રીતે ફસાવી દીધા હોવાની દલીલ કરી હતી.
બીજી તરફ સરકારી વકીલ દ્વારા આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો કે જો આરોપીઓને જામીન પર છોડી દેવામાં આવશે ટો આરોપી ફરીએકવાર આવા ખોટા ધંધા કરશે. તેમજ ફરીયાદી અને સાહેદોને ધાક ધમકી લાલચ આપી ફોડવાનો પ્રયાસ કરશે આ ઉપરાંત કેસમાં હજુ પોલીસને પુરાવા મેળવવાના બાકી હોય જેથી આરોપીઓના જામીન ના મંજુર કરવામાં આવે તેવી માંગણી કરી હતી
બન્ને પક્ષની દલીલ આધારે કોર્ટે બન્ને પક્ષની આગોતરા જામીન અરજી ના મંજુર કર્યા હતા

