મોરબી જિલ્લામાં ઠંડી વધતા શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ સ્થળે લોકોની અવાર જવર ઘટી છે જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ બની ગઈ છે બીજી તરફ નાઈટ પેટ્રોલિંગના દાવા કરતી પોલીસપણ જાણે હવામાં દાવા કરતી હોય તેમ લાગી રહ્યું છે.તાજેતરમાં રફાળેશ્વર નજીક કરીયાણાની દુકાનમાં ચોરીની ઘટના બની હતી હજુ તેનો આરોપી માંડ પકડાયો હતો ત્યાં બીજી એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ગત રાત્રીના મોરબી તાલુકાના આમરણ ડાયમંડનગરની દુકાનને નિશાન બનાવી તસ્કરો સોપારીનું બાચકુ, હોમ થીયેટર અને પાન-સિગારેટની ચોરી કરી ગયાની માહિતી પ્રાપ્ત થઇ છે
આમરણ ડાયમંડનગર નજીક આવેલ મહાકાલેશ્વર સોપાન નામની દુકાનમાં ગુરુવારે રાત્રીના સમયે ચોર ટોળકી આવી હતી અને દુકાનના તોડફોડ કરી જે પણ સામાન હાથમાં આવ્યો તે લઈને નીકળી ગયા હતા આજે સવારે દુકાનદાર મહેશભાઈ ગૌસ્વામી રાબેતા મુજબ દુકાને પહોંચ્યા ત્યારે તેમણે ચોરીની જાણ થઇ હતી
મહેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દુકાનમાં રાત્રીના તસ્કરોએ ધામા નાખ્યા હતા અને દુકાનમાં રાખેલ સોપારીની બોરી, પાન, બીડી અને સિગારેટ તેમજ હોમ થીયેટર અને મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ગયા છે મહેશભાઈના જણાવ્યા મુજબ અંદાજે ૩૫ હાજર જેટલી મત્તાની ચોરી થવા પામી છે તસ્કરો ઠંડીની મોસમ આવતા જ બેફામ બન્યા છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે અને ચોરીના બનાવો બનતા અટકાવે તેવી માંગ લોકો કરી રહ્યા છે

