મોરબી તાલુકા પોલીસ મથકમાં વિસ્તારમાં આવતા અલગ અલગ બે સ્થળેથી બે રાત્રીના સુતા બાદ વહેલીસવારે બેભાન હાલતમાં મોત થયા હોવાની ઘટના સામે આવી હતી બન્નેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધી તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમા આવેલ કમાન્ડર સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમા રહેતા અને મજુરી કામ કરતા મૂળ ઝારખંડના પશ્ચિમી સિહભુમ જિલ્લાના લાડાઝામ્બની,ગામનો નરેન્દ્રભાઇ શિવનાથ ઝેરાઇ નામનો યુવાન 23 વર્ષીય યુવાન ગત રાત્રીના તેના કવાર્ટરમાં સુઇ ગયો હોય બાદ સવારના ઉઠારતા બેભાન હાલતમા હોય જેને મોરબી સરકારી હોસ્પીટલે પીએમ લાવવામાં આવ્યા હતા
આવી બીજી એક ઘટના મોરબીના લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે જોવા મળી હતી જેમાં ગણેશ કોમ્પલેક્ષમાં આવેલા પાર્કિંગમાં રાખવામાં આવેલા ટ્રકની કેબીનમાં સુતેલા ચુનારામ સોનારામ નામના ટ્રક ડ્રાઈવર ગત રાત્રીના સુઈ ગયો હતો જોકે ઊંઘમાં જ બેભાન થઇ ગયો હતો સવારે સાથી ડ્રાઇવર ઉઠાડવા ગયો હતો ચુનારામ ઉઠ્યો ન હતો જેથીસિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ મૃત દેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બન્ને બનાવમાં પીએમ રીપોર્ટમાં કારણ સ્પષ્ટ ન થતા વિશેરા લેવામાં આવ્યા હતા અને મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે એક તરફ રાજ્યમાં હાર્ટ એટેકના બનાવ સતત વધી રહ્યા છે તેવાં સમયે એક 23 વર્ષીય યુવક અને 45 વર્ષીય પ્રોઢના નિંદ્રાધીન અવસ્થામાં થયેલા મોત ચિંતાનું કારણ બન્યા છે.

