HomeGujaratમોરબી નગરપાલિકામાં સાડા નવ મહિનામાં 19 હજાર આસામી ટેક્સ ભરવા દેખાયા માત્ર...

મોરબી નગરપાલિકામાં સાડા નવ મહિનામાં 19 હજાર આસામી ટેક્સ ભરવા દેખાયા માત્ર રૂ 7.40 કરોડની જ આવક 

સૌરાષ્ટ્રની મોટી પાલિકા પૈકીની એક એવી મોરબી નગર પાલિકા છેલ્લા કેટલાક વર્ષોમાં  વિસ્તાર વધી રહ્યો છે. તો હયાત  વિસ્તારમાં પણ પ્રોપર્ટીમાં વધારો થયો છે.મોરબી નગર પાલિકા વિસ્તારમાં પ્રોપર્ટી વધવા છતાં ટેક્સની આવક વધવી જોઈએ તેટલી વધતી નથી. 

ઝુલતા પુલ દુર્ઘટના બાદ જયારે પાલિકા સુપર સીડ થઇ અને વહીવટદર શાસન આવ્યું ત્યારે પાલિકા પાસે વીજ બીલ ભરવાના પૈસા ન હોવાનું કે કર્મચારીઓના પગારના પણ પૈસા ન હોવાનું રટણ કરતી પાલિકા શરુઆતમાં ટેક્સ ઉઘરાવવા અવનવા ગતકડા કર્યા બાદ જાણે પાણીમાં બેસી ગઈ હોય તેમ ટેક્સ ઉઘરાવવાની કામગીરી અટકી ગઈ છે  

મોરબી નગરપાલિકા વિસ્તારમાં હાલ 81 હજાર જેટલી પ્રોપર્ટી નોધાઇ છે જોકે તેમાંથી ટેક્સ ભરનારની સંખ્યા જાન્યુઆરી સુધીમાં દર વર્ષે ખુબ ઓછી રહે છે. મોરબી પાલિકામાં 18 ડીસેમ્બર સુધીમાં 32 કરોડના માંગણા સામે માત્ર 7 કરોડ 40 લાખ 45 હજાર જેટલી જ આવક થઇ છે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો કુલ માંગણાના માત્ર 23.13 ટકા જેટલી જ વસુલાત થઇ શકી હતી ટેક્સ ભરનારની સંખ્યા જોઈએ તો 19,392 આસામીઓ વેરો ભરવા આવ્યા હતા જયારે 61 હજારથી વધુ આસામીઓ વેરો ભરવા હજુ સુધી પાલિકા કચેરી સુધી ફરકયા નથી આ મિલકત ધારકોમાંથી  કેટલાય આસામી એવા છે જે બે વર્ષ કે તેથી વધુ વર્ષોથી વેરો ભર્યો નથી તો કેટલાય આસામી એવા છે પાલિકામાં જેના નામે મિલકત નોધાયેલ છે તેના બદલે અન્ય કોઈ વ્યક્તિઓનો કબજો છે અથવા મિલકત બિનવારસી હાલતમાં છે અને તેના કારણે પાલિકા દ્વારા અગાઉ અનેક નોટીસ આપવા છતાં આજદિન સુધી ભરવા આવ્યા નથી પાલિકા દ્વારા આવા મિલકત ધારકોનો સર્વે કરાવી તેની મિલકત સીઝ કરવા જરૂરી એક્શન લેવામાં આવે તો પાલિકાને ટેક્સની આવકટ થઇ શકે  તેમ છે તેમ છતાં પાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર અને જે તે વિભાગના અધિકારીઓને  આ કાર્યવાહી કરવામાં કોની શરમ આવે છે તે સવાલ છે ?

કાયમી ચીફ ઓફીસરની નિમણુક ન થતા કામગીરી ટલ્લે ચઢી 

મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની જગ્યા ન ભરાવવાના કારણે છેલ્લા એક વર્ષમાં ચાર ચીફ ઓફિસર બદલાવવાના કારણે કામગીરી યોગ્ય રીતે ચાલી શકતી નથી.હર્ષ દીપ આચાર્યની બદલી થયા બાદ ચીફ ઓફિસર તરીકે સુશીલ પરમારે ચાર્જ સંભાળ્યા બાદ  હાઉસ ટેક્સ વિભાગમાં અધિકૃત અધિકારીની સહીની પરવાનગી ન આપતા મિલકત ટ્રાન્સફર તેમજ નવી મિલકત નોધણી કામગીરી અટકી પડી છે અને તેના કારણે પાલિકાની આ આવક પણ અટકી ગઈ છે

50 હજાર થી વધુ ટેક્સ બાકી હોય તેવા મિલકત ધારકોને નોટીસ આપવાની કાર્યવાહી શરુ કરાઈ 

મોરબી નગર પાલિકા દ્વારા ટેક્સ ઉઘરાવવાની કામગીરી ઠંડી પડી હતી છે માર્ચ મહિના પૂર્ણ થતા પાલિકા પર ઝડપી ઉઘરાણીનું પ્રેશર વધી જતું હોવાથી પાલિકા દ્વારા જે તે સમયે કામગીરીવધે છે તેથી આ કામગીરી સમયસર પૂર્ણ થઇ શકે તે માટે અત્યારથી 50 હજારથી વધુની ટેક્સની રકમ બાકી હોય તેને નોટીસ આપવાની આજથી નોટીસ આપવની શરુઆત કરવામાં આવી છે પ્રથમ દિવસે 50 જેટલી નોટીસ કાઢવામાં આવી છે આગામી દિવસમાં તે આસામીઓને મોકલવામાં આવશે તેમ હાઉસ ટેક્સ ડીપાર્ટમેન્ટ વડા દલસુખભાઈ પટેલે જણાવ્યું હતું 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW