મોરબીના ત્રાજપરગામમાં રહેતા યુવાને અગમ્યકારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મોરબી શહેર નજીક આવેલા ત્રાજપર ગામની હદમાં આવેલા રામ કુવા પાસે રહેતા રવી પરસોતમભાઈ રાઠોડ નામના યુવાને ગુરુવારના રોજ તેના ઘરમાં અગમ્યકારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતા પરિવારજનો બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ લઇ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

