HomeGujaratડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા!નિકાસબંધીના વિરોધમાં ગોંડલ યાર્ડમાં હરરાજી નથતા ખેડૂતોનો ચક્કાજામ

ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા!નિકાસબંધીના વિરોધમાં ગોંડલ યાર્ડમાં હરરાજી નથતા ખેડૂતોનો ચક્કાજામ

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના ભાવ નિયંત્રણ માં રાખવા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણે વેપારીઓએ ડુંગળીની ખરીદી ખુબ ઓછી થઇ ગઈ છે ડુંગળીનો સ્ટોક સતત વધતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી અને આ કારણે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે ખરીદી ન થતા ભાવ દિન પ્રતિદિન નીચે ગગડી રહ્યા છે ત્યારે આ મુદે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ એવા ગોંડલ માર્કેટીગ યાર્ડમાં ખેડૂતોનો રોષ રોડ પર આવી ગયો હતો.

યાર્ડ દ્વારા ડુંગળીની હરરાજી ન થવાના કારણે દુર દુર થી ડુંગળી વેચવા આવેલા ખેડૂતોની હાલત કફોડી બની હતી મોંઘા ડિઝલ અને ભાડા ચડાવી યાર્ડ સુધી લાવ્યા બાદ વેપારીઓએ ખરીદી ન કરતા ખેડુતો પર મોટો માર પડ્યો હતો અને આ કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોએ ચક્કાજામ કરી દેતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તો રોષે ભરાયેલા કેટલાક ખેડૂતોએ હાઈવે પર ડુંગળીના ટ્રેક્ટર ઠાલવી દેતા રોડ પર ડુંગળી પથરાઈ ગઈ હતી જેના કારણે રોડ પર અંધાધુંધી જેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે એક તરફ લોકો કામ ધંધે જતા હોય જેના કારણે ખેડૂતોના ચક્કા જામથી હાઇવે પર લાંબી કતાર લાગી ગઈ હતી અને તેના કારણે વાહન ચાલકોનો કિમતી સમય વેડફાયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW