માળીયા મીયાણા કચ્છ નેશનલ હાઇવે પર મોડી સાંજે એક યુવક તેની ભાવિ પત્ની અને સાળીને લઈને કાજરડા ગામે મેળામાં ગયા હતા મેળો માણીને પરત ફરતી વખતે બાઇકમાં જતાં હતાં તે દરમિયન હરીપર બ્રિજ થી સૂરજબારી બ્રિજ વચ્ચે પાસે એક માતેલા સાંઢ જેવા ટ્રકે યુવકની બાઈકને ઠોકર મારી હતી. ઘટનામાં યુવકને ઈજા પહોંચી હતી જ્યારે ભાવિ પત્ની અને સાળીના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતાં. બનાવ બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવા આવ્યાં હતાં બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવની મળતી માહિતી મુજબ માળિયા મિયાણા કચ્છ હાઇવે પર હરીપર બ્રિજથી સૂરજબારી બ્રિજ વચ્ચે ગઈ કાલે અકબર ગફુર માણેક નામનો યુવક તેની મંગેતર મુસ્કાન સિકંદર મુલ્લાં સાળી જશીબેન સિકંદરભાઈ મુલ્લાં બાઈકમાં કાજરડા ગામમાં યોજાયેલા સલમાન પીર મેળામાં ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે એક ટ્રક ચાલક પુર ઝડપે ચલાવી બાઈકને હડફેટે લેતાં મુસ્કાન સિકંદર મુલ્લાં અને જશીબેનને ગંભીર ઈજા પહોંચતા બન્ને બહેનનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે અકબર ગફૂરને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

