મોરબીના લાલપર નજીક વિશાલદીપ સોસાયટીમાં રહેતા રમણીકભાઇ નાગજીભાઇ અંદોદરીયા નો ભત્રીજો યાજ્ઞિકભાઈ નરેન્દ્રભાઈ અંદોદરિયા નામનો યુવાન તેનું જી-જે-૩૬-સી-૧૫૯૨ નંબરનું બાઈક લઈને નેશનલ હાઈવે પર વાંકાનેર થી મોરબી તરફ આવતા રોડ પર લાલપર ગામ નજીક સોનેક્ષ સિરામિક પાસેથી નીકળતો હતો તે દરમિયાન એક અજાણ્યા બાઈક ચાલકે તેને ટક્કર મારી હતી અક્સમાત એટલો ગંભીર હતો કે યાજ્ઞિકનું મોત થયું હતું.બનાવ બાદ બાઈક ચાલકે પોલીસ મથકમાં જાણ કર્યા વિના ફરાર થઇ જતા રમણીક ભાઈએ અજાણ્યા બાઈક ચાલક સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

