HomeGujaratRTO,પોલીસ,ખનીજ વિભાગની મીઠી નજર નીચે ખનીજ ચોરો બેફામ, આડેધડ દોડતા ટ્રકથી વાહન...

RTO,પોલીસ,ખનીજ વિભાગની મીઠી નજર નીચે ખનીજ ચોરો બેફામ, આડેધડ દોડતા ટ્રકથી વાહન ચાલકોના જીવ જોખમમાં!

મોરબી જીલ્લામાં ખનીજ ચોરીનું દુષણ એટલી હદે વકરી ગયું છે કે મોટા ભાગના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રકના કારણે જીવલેણ અકસ્માતનું જોખમ વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ સ્થળોએ જીવલેણ અકસ્માત સર્જાયા છે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.ગત બે દિવસ પહેલા મોરબી નવલખી હાઈવે પર નાના દહીંસરા ગામના પાટિયા બાઈક સવાર દંપતી સાથે હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બે બાળક અને પિતા એમ ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તો માતા પુત્રી હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ઘટનાના 30 કલાક બાદ પણ પોલીસ આરોપીને પકડવાની તો દુર બાઈકનું ક્યા વાહન સાથે ટક્કર થઇ તે શોધી શકી નથી જે પોલીસની સાવ નીરસ કામગીરીનું ઉદાહરણ છે તો બીજું એક બનાવ જીવલેણ રફાળેશ્વર રોડ પર સર્જાયું હતું જેમાં પુર ઝડપે નીકળેલા GJ-12-AT-6658 નંબરના ટ્રક ચાલકે બેફામ સ્પીડમા ઝડપે ચલાવી ખોડીદાસ વિનોદભાઇ કાવર નામના 21 વર્ષીય યુવકને હડફેટે લેતા તેનું મોત થયું હતું.

તો બે ગત મંગળવારે રાત્રે શનાળા બાયપાસ પાસે ઓવર લોડ રેતી ભરીને જતા ટ્રકે પુર ઝડપે ચલાવતા અચાનક બેકાબુ બન્યો હતો અને પુલ નજીક પલટી મારી ગયો હતો સદ નસીબે કોઈ મોટી દુર્ઘટના થઇ ન હતી

મોરબી શહેર નજીકના હાઈવે હોય કે ગ્રામ્ય વિસ્તારના રોડ તેમજ ઔદ્યોગિક વિસ્તાર તમામ સ્થળોએ બેફામ ઝડપે દોડતા ટ્રક ચાલકો પર આરટીઓ, ખાણ ખનીજ વિભાગ પોલીસ અને સ્થાનિક મામલતદાર સહિતના એક પણ વિભાગનો કોઈ અંકુશ રહ્યો નથી જાણે તંત્રને માત્ર હપ્તા ઉઘરાવવામાં રસ હોય તેમ રાત્રીના સમયે ટ્રક ચાલકોના કોઈ પણ પ્રકારના ચેકિંગ થતા નથી. રાત્રીના સમયે નશાની હાલતમાં ચાલતા ટ્રક ચાલકો ગમે તેને હડફેટે લઇ રહ્યા છે તો અનેક ટ્રક ચાલકો ઓવરલોડ તેમજ કોઈ પણ પ્રકારના સુરક્ષાને લગતા નિયમનું પાલન કર્યા વિના રોડ પર નીકળી પડતા હોય છે. સામાન્ય બાઈક ચાલકને હેલ્મેટ, લાયસન્સ સહિતના અનેક કાગળ તપાસતી પોલીસ અને આરટીઓને બેફામ ચાલતા ટ્રક કેમ દેખાતા નથી ? તે એક સવાલ છે

તમામ નિયમ નેવે મૂકી નાના વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી ચાલતા આ ટ્રક ચાલકો પર કાર્યવાહી કરવામાં ખાણ ખનીજ, પોલીસ અને આરટીઓને કોની શરમ નડે છે શું પોલીસ પર સ્થાનિક રાજકીય દબાણ જવાબદાર છે કે અધિકારીઓને ટ્રક ચાલકોની બેદરકારી માટે મલાઈ પણ મળતી હોવાના અનેક વખત આક્ષેપ થઈ રહ્યા છે તો આવા બેફામ દોડતા ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી ન કરી તંત્ર જાણે આ આક્ષેપ ખોટા ન હોય તેવું સાબિત કરી રહ્યું છે. જેના પર ખનીજ ચોરી અટકાવવા કે ઓવરલોડ તેમજ નિયમ વિરુદ્ધ ચલાવવાની જવાબદારી છે તે તમામ તંત્રનું મૌન ઘણું બધી કહી જાય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW