HomeGujaratહળવદમાં નોનવેજ પાર્ટી વખતે થયેલી માથાકૂટમાં યુવકની હત્યા કરનાર હત્યારો મિત્ર ઝડપાયો

હળવદમાં નોનવેજ પાર્ટી વખતે થયેલી માથાકૂટમાં યુવકની હત્યા કરનાર હત્યારો મિત્ર ઝડપાયો

હળવદના કોઇબા ઢવાણા રોડ પર આવેલી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના ડોકાયમાળાના નાલા પાસેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મૃતક અજીયો ઉર્ફે અજીત દેવશીભાઈ સિરોયા હોવાનું સામે આવ્યું હતું. આ યુવાન ટ્રકમાં જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. પરંતુ આ યુવાનની લાશ મળી આવતા પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી ફોરેન્સિક પીએમમાં ખસેડી હતી. પોલીસે મૃતક અજીયો ઉર્ફે અજીત દેવશીભાઈ શિરોયાના ભાઈ અશોકભાઈ દેવશીભાઈ સિરોયાની ફરિયાદના આધારે હત્યારા મિત્ર હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઈ ભરવાડ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પોલીસે ગણતરીને કલાકોમાં ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, ટ્રકમાં જવાનું કહી નિકળેલો અજીયો ઉર્ફે અજીત મિત્રો સાથે નોનવેજ પાર્ટીમાં ગયો હતો. જ્યાં તેના જ મિત્ર હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઈ ભરવાડ સાથે બોલાચાલી થઈ હતી અને તિક્ષણ હથિયારના ઘા મારી પતાવી દીધો હતો. પરંતુ સમગ્ર બનાવની મોરબી એલસીબી પોલીસ અને હળવદ પોલીસ મથકનાં ઇન્ચાર્જ પીઆઇ ડીએમ ઢોલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW