HomeGujaratઆજીવન સાથે રહી તેની રક્ષા કરવાનું વચન આપનાર પતિએ જ પત્નીને રહેશી...

આજીવન સાથે રહી તેની રક્ષા કરવાનું વચન આપનાર પતિએ જ પત્નીને રહેશી નાખી,પોલીસે કર્યો જેલ હવાલે

પતિ-પત્ની વચ્ચે નો સંબંધ સૌથી નજીકનો સંબંધ ગણાય પરંતુ નજીવી બાબતો માં આજકાલ હત્યાના બનાવો એ આ સંબંધ ની ગરીમાને પણ ભુલાવી દીધી છે આવા જ એક ચકચારી બનાવ માં મોરબીના ખાનપર ગામે વાડી માં રહેતા શ્રમિક પતિપત્ની વચ્ચે ના સામાન્ય ઝગડા એ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું અને પતિ એ જ જે પત્ની ની રક્ષા માટે લગ્ન સમયે વચન આપ્યું હતું એ ભૂલી ને દાતરડા વડે પત્ની ની કરપીણ હત્યા નીપજાવી દીધી બાદ માં બનાવ ને પોલીસ સુધી પહોચતો અટકાવવા પત્ની ની લાશ લઇ ને રાતોરાત વતન દોડી ગયો પરંતુ પાપ છાપરે ચડી ને પોકારે છે એમ છોટા ઉદેપુર ખાતે લાશ સાથે જ ઝડપાઈ ગયો અને સમગ્ર ઘટના પરથી પરદો ઉઠી ગયો અને હત્યા ના આરોપ માં હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે

મૂળ છોટા ઉદેપુર તાલુકા ના નવાગામ નો વતની રેમલાભાઈ નાયકા કે જેણે પત્ની ઝીણીબેન સાથે લગ્ન કરી જીવનભર સાથ આપવાનું અને રક્ષા કરવાનું વચન આપ્યું હતું. પરંતુ જેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું તેજ પત્નીને નજીવી માથાકૂટમાં મોત ને ઘાટ ઉતારી દેવાનો આરોપ લાગ્યો છે. મોરબીના ખાનપર ગામમાં ખેતરમાં રહી મજુરી કરતા આરોપી પતિએ પોતાની જ પત્ની ને દાતરડા વડે મોત ને ઘાટ ઉતારી દીધી અને બાદ માં પોલીસથી બચવા લાશ સાથે વતન ભાગ્યો પરંતુ છોટા ઉદેપુર તાલકાની ઝોઝ પોલીસ ના હાથે તે ઝડપાઈ ગયો અને હત્યાની સમગ્ર હકીકત બહાર આવી હતી

ઘટના અંગે માહિતી મોરબી ડીવીઝનના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે એક કારમાં પત્નીની લાશ સાથે વતન જઈ રહેલા રેમલા નાયકાને અટકાવ્યો હતો અને લાશ ની સ્થિતિ જોતા જ પોલીસને હત્યાની શંકા જન્મી અને પુછપરછ કરતા મૃતકનું નામ ઝીણકીબેન નાયકા હોવાનું અને સાથે રહેલ રેમકા ઈ પત્ની હોવાનું સ્પષ્ટ થયું હતું મૃતક ઝીણકીબેન પતિ રેમકા અને બે સંતાનો સાથે મોરબી તાલુકા ના ખાનપર ગામે ખેતી કામ કરતા અને વાડીમાં રહેતા હતા તા ૮ ની રાત્રે બંને સંતાનો બહાર સુતા હતા અને પતિ પત્ની ઝુપડીમાં સુતા હતા દરમ્યાન રાત્રે બંને વચ્ચે ઝગડો થયો અને રેમકા એ દાતરડા વડે પત્ની ની કરપીણ હત્યા નીપજાવી નાખી બાદ માં પોલીસ સુધી મામલો પહોચે નહિ તે રીતે લાશના અંતિમ સંસ્કાર કરી નાખવા તે રાતોરાત કાર ભાડે કરીને પત્નીની લાશ સાથે વતન તરફ ભાગ્યો પરંતુ ઝોઝ પોલીસ ના હાથે ઝડપાઈ જતા ત્યાં જ મૃતક ના પુત્ર હસમુખે પિતા સામે હત્યા ની ફરિયાદ નોંધાવી અને પોલીસે તેની અટક કરી ને મોરબી તાલકા પોલીસને હવાલે કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW