મોરબીના જુના બસ સ્ટેશન પાસે ઓનલાઈન બે શખ્સ સટ્ટો રમતા હોવાની એ ડીવીઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સને ઝડપી લીધા થા અને તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો
મોરબી જુના બસસ્ટેંડ પાસે રોડ ઉપર બે શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર ન્યૂઝીલેન્ડ શ્રીલંકા વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ભાવેશભાઇ નારણભાઇ સરર્વૈયા રાજેશભાઇ લાલજીભાઇ નકુમ નામના શખ્સને ઝડપી લીધા હતા અને તેમની પાસે થી 11 હજાર રોકડા અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથધરી છે

