મોરબીના વેજીટેબલ રોડના લાભનગર વિસ્તારમાં ફટાકડા ફોડવા મુદે થયેલા ઝઘડાનો ખાર રાખી આધેડની છરી મારી હત્યા કરવામાં આવી હતી આ ઘટના માં નોધાયેલા ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી શહેરના વેજીટેબલ રોડ પર આવેલા લાભનગર સોસાયટી વિસ્તારમાં રહેતા નારણભાઈ પંચાણભાઈ દેવસુરે તેમના વિસ્તારમાં રહેતા વલી મહમદ હબીબભાઈ મિયાણા નામના શખ્સ વિરુદ્ધ રાજેશદાન ગઢવી નામના આધેડ સાથે શેરીમાં ફટાકડા ફોડવાની ના પાડવા મુદે ઝઘડો કરી મારમારી કરી હતી તેમજ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડતા રાજેશભાઈને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ તેમજ રાજકોટ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામ આવ્યા હતા જ્યાં તેનું મોત થયું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોધી આરોપી વલી મહમદ હબીબભાઈ મિયાણા ની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી વલી મહમદની છાપ આ વિસ્તારમાં માથાભારે તત્વ હોવાની છાપ ધરાવે છે અને ત્યાં રહેતા લોકો સાથે અવાર નવાર ઝઘડા કરી મારામારી કરતા હોવાની ફરિયાદ મળી હતી અગાઉ આરોપી સામે મારામારી, ધાક ધમકી અને પ્રોહીબીશન સહિતના 7 ગુના નોધાયા છે

