HomeGujaratમોરબીના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બે રોકટોક ફટાકડાના સ્ટોલ શરુ થઇ ગયા, છતાં...

મોરબીના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બે રોકટોક ફટાકડાના સ્ટોલ શરુ થઇ ગયા, છતાં તંત્ર બેધ્યાન 

દિવાળી પર્વને હવે ગણતરી દિવસ બાકી રહ્યા છે જેને પગલે ધીમે ધીમે બજારમાં રોનક દેખાવવા લાગી છે વેપારીઓ દિવાળીને લગતી ચીજવસ્તુઓના વેચાણ શરુ કરી દીધા છે જોકે દિવાળી પર્વમાં સૌથી નાના બાળકોથી  લઈને યુવાનોમાં ફટાકડા પ્રત્યે અનોખો પ્રેમ રહે છે અને દિવાળી દિવસોમાં મોટા પાયે આતશબાજી કરી નવા વર્ષને વધાવવા લગતા હોય છે જોકે આ ફટાકડા જેટલા આનંદ આપે છે તેટલા જોખમી પણ છે ખાસ કરીને તેના વેચાણ બાબતમાં અનેક બાબતની તકેદારી રાખવાની રહે છે અને તેના વેચાણ અને સંગ્રહને લઈ સરકારની સ્પસ્ટ ગાઈડલાઈન પણ છે જોકે આ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ પ્રકારના ફટાકડાના વેચાણ માટે લાયસન્સ લેવું ફરજીયાત છે અને તેના માટે નિયમનું પાલન થાય તે જરૂરી છે જોકે મોરબીમાં તો નિયમ નેવે મુકવાની મંજુરી મળી જતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હજુ મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના ફટાકડાના હંગામી લાયસન્સ આપવાની પ્રકિયા ચાલી રહી છે અને તંત્ર દ્વારા અરજી મગાવવામાં આવી હતી  તાલુકા મુજબ જોઈએ તો મોરબી શહેર ગ્રામ્ય વિસ્તાર મળી માત્ર 42 અરજી ,ટંકારામાં 1 , વાકાનેર માં ૩૯ એમઅને હળવદ માં માત્ર 8  કુલ  90 જેટલી  અરજી ત્રણ પ્રાંત કચેરીને 31 ઓક્ટોબર સુધીમાં મળી છે જે અરજીઓની  મંજુરી જરૂરી નિયમ આધારે આપવાની હોય છે અને આ નિયમનું પોલીસ તંત્ર તેમજ સ્થાનિક મામલતદાર કક્ષા ચકાસણી ચાલી રહી છે . ત્યા સુધીમાં કેટલાય હરખઘેલા વેપારીઓએ ફટકડાના વેચાણ પણ શરુ કરી દીધા છે સૌથી ગંભીર બાબત એ છે કે મોટા ભાગના ફટાકડાના સ્ટોલ કોઈ ખુલ્લા મેદાન કે સુરક્ષિત જગ્યાના બદલે આડેધડ રોડની  બન્ને સાઈડ, તો ક્યાંક વીજળીના તાર કે વીજ ટ્રાન્સફોર્મરની બાજુમાં ખડકી દેવાયા છે સરદાર બાગ અને આસપાસ વિસ્તારમાં પાલિકાની પાર્કિંગ જગ્યા જ ડ દબાવી દઈ તેના પર સ્ટોલ ખડકી દેવામાં આવ્યા છે શું સ્ટોલ માટે પાલિકા એ મંજુરી આપી છે કે નહી તે પણ સવાલ છે કારણકે આ ફટકડા સ્ટોલની પાછળના ભાગ હોસ્પીટલ, શાળા અને કોલેજો આવેલી છે તો સામેના ભાગે ટ્રાફિકથી ધમધમતો રોડ છે તેમજ વીજલાઈન અને ટ્રાન્સફોર્મર પણ ત્યા જ બાજુમાં છે આવી સ્થિતિ શનાળા રોડ, સનાળા Gidc સામેના ભાગે , છે નહેરુગેટ ચોક,  આસપાસ ટ્રાફિક વાળા વિસ્તારમાં રોડ પર ફટાકડાના સ્ટોલ નાખી દેવામાં આવ્યા છે અને કોઈ રોકનાર પણ નથી  

મોરબીની બજારમાં ધમધમતા ફટાકડાના સ્ટોલ મોટી દુર્ઘટના સર્જવા પૂરતા છે કારણ કે ગીચ વિસ્તારમા તો ક્યારેક રહેણાંક મકાન અને હોસ્પિટલની આસપાસ સ્ટોલ ખડકી દેવતા હોય છે તો મોટા ભાગના સ્ટોલ ધારકો ફાયર સાધનો અપૂરતા અથવા નહિવત હોય છે અને તો કેટલાય એવા લોકો હોય છે જેમને તેનો ઉપયોગ કરવા વિશે પણ જાણકારી હોતી નથી જો ટ્રાફિક વિસ્તારમાં આગ લાગે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ જતી હોય છે ફટાકડાના સ્ટોલ કાપડના ફરતે આગન પ્રસરે તેવી ધાતુ વાળા હોવા જરૂરી છે તેના બદલે ફરતે કાપડ ઉભા કરી દેવામાં આવે છે જોક કોઈ કારણ સર આગ લાગે તો સૌથી પહેલા આ સ્ટોલ જ આગનું મોટુ રૂપ લઇ શકે છે અને  આસપાસના વિસ્તાર પણ તેની ઝપટમાં આવી શકે છે  ખાસ કરીને દિવાળીના દિવસમાં આગજનીના બનાવ વધતા હોય છે આવા સમયે ફાયર સાધનોનો અભાવ મોટું જોખમ ખેડવા સમાન છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW