શંકરભાઇ સેંગાભાઇ તડવી ની પુત્રી (ઉ.વ.૧૫) રહે. હાલ રણજીતગઢ ગામની સીમમાં વરૂણભાઈ ગીરીશભાઈની વાડીએ તા.હળવદ (મૂળ રહે.મધ્યપ્રદેશ ) તેમના વતનમા શરદપુનમના મેળામા જવુ હોય અને તેના માતા-પિતાએ કામથી જવાની ના પાડતા મનમા લાગી આવતા ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ પોતાની મેળે જ વાડીએ આવેલ મકાનના રૂમમા ધાબાના હુકમા દોરડુ બાંધીને ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

