મોરબીના મણી મંદિર પાસે આવેલી મોટાપીર દરગાહ પાસેની વિવાદિત જગ્યામાં આશીફશા હાસમશા ફકીરે તંત્રની કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વિના સાઉન્ડ સીસ્ટમ લગાવી તેમજ જમણવારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગેની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસને જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને કાર્યક્રમનું આયોજન કરનાર આયોજક આશીફશા હાસમશા ફકીરની અટકાયત કરી હતી. અને તેના વિરુદ્ધ આઈ.પી.સી કલમ ૧૮૮ જી.પી.એકટ.૧૩૫ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

