HomeGujaratમોરબીમાં લોનનો એક હપ્તા ચુકી જનાર મહિલા પાસે બેન્કે ઉઘરાણી...

મોરબીમાં લોનનો એક હપ્તા ચુકી જનાર મહિલા પાસે બેન્કે ઉઘરાણી કરતા એસીડ પી લીધું સારવારમાં ખસેડાઈ

મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ચેતનીકાબેન નીલેશભાઇ ભરતભાઇ ચૌહાણ નામની મહિલાને બે માસનો ગર્ભ હોય અને દરમિયાન તેમને કોઈ કામ માટે રૂપીયાની જરૂરત પડતા પોતાના ઓળખીતા મનીષાબેન રહે મોરબી રણછોડનગર વાળા મારફત મોરબી શનાળા રોડ પર વેલ ઉજીવન બેંકમાંથી રૂ 55,000ની ગૃપ લોન આજથી બે મહિના પહેલા લીધેલ હોય જે લોનના રૂ. 3800 ના બે વર્ષમા ૨૪ હપ્તા ભરવાના હોય લોન લીધા બાદ પ્રથમ માસનો હપ્તો રૂ. 3800નો હપ્તો ભરી દીધેલ હોય તેમજ ચાલુ મહિનાનો હપ્તો જ આર્થિક સંકડામણને કારણે ભરી શકેલ ન હોય, ઉજીવન બેંકવાળા હપ્તાની ઉઘરાણી કરતા હોય તેમજ હપ્તાની રકમ રેગ્યુલરભરો અથવા લોન પુરી કરી આપો તેવુ કહી લોનના હપ્તાની અવાર નવાર ઉઘરાણી કરતા હોય જેથી ચેતનીકાબેનને મનમા લાગી આવતા પોતાના ઘરે પોતે એકલા હતા ત્યારે સંડાસ બાથરૂમ સાફ કરવાના એસીડની બોટલમાંથી એસીડના એક બે ઘુંટડા પી લેતા એસીડની અસર થઇ ગઈ હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર આપવામાં આવી હતી.બનાવ અંગે પોલીસ જણવા જોગ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW