HomeGujaratમોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મારામારી હત્યા છેડતી સહિતના બનાવમાં વધારો થઇ રહ્યો છે રેન્જ આઈજી પ્રેસ કોન્ફરન્સ કરી મોરબીમાં સતત ગુનાખોરી ઘટવાની વાત કરી રહ્યા છે પરંતુ મોરબીમાં દિવશે ને દિવશે ગુનાખોરી વધી રહી છે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉદભવી રહ્યા છે મોરબીના ત.શનાળા પાસે ખેતરમાં બે શકશો એ છરી વડે હુમલો કરવામાં આવ્યો મૂળ હળવદના રહેવાસી અને હાલ મોરબીના ઉમા ટાઉનશિપમાં, ક્રાંતિ જ્યોત -બી, બ્લોક નં -૩૦૪મા રહેતા કલ્પેશભાઇ મનસુખભાઇ વાઘ્રોડીયા (ઉ.વ.૩૫) એ હોન્ડા સાઈન, મોટર સાયકલ નં -GJ-36-D-5683 મા આવેલ અજાણ્યા બે શખ્શો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ હતી બપોરના સમયે કલ્પેશભાઇ તથા તેના મિત્ર ધવલભાઇ એમ બંને જણા આઇ-૨૦ ગાડી નંબર- GJ36R-1426 ગાડીમાં મોરબી આવતા હોય ત્યારે તળાવીયા શનાળા- ઉંચીમાંડલ રસ્તા ઉપર એકોર્ડ સીરામીક પાસે પહોંચતા, સામેથી રોંગ સાઇડમાં હોન્ડા સાઇન માં બે માણસો આવી જેમા પાછળ બેઠેલ માણસે કલ્પેશભાઇ પાસે આવી,તેમની ગાડીના બોનેટ ઉપર બોકસ પછાડી,આરોપીએ છરી કલ્પેશભાઇના ગળા પાસે રાખી, બેફામ ગાળો આપી, જાનથી પતાવી દેવાની ધમકી આપી, કલ્પેશભાઇએ હાથ આડો રાખતા, જમણા હાથની ત્રીજી આંગળીમાં સામાન્ય ઇજા કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર કલ્પેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW