‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાત જ્યારે હાલ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. હાલ વિવિધ સ્થળોએ આંગણવાડી કેન્દ્રોમાં સામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના મોટા દહીંસરા, હળવદ તાલુકાના જુના દેવળીયા, વાંકાનેર તાલુકાના મહીકા સહિતના ગામડાઓમાં સૌએ સાથે મળી સફાઈ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્રોની સફાઈ કરી હતી.
આ કામગીરીમાં આંગણવાડી વર્કર બહેનો, આશાવર્કર બહેનો, ગ્રામજનો તેમજ ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

