HomeGujaratચોટીલામાં હત્યાના ગુનામાં ફરાર શખ્સને મોરબી LCBએ 8 વર્ષ બાદ ઝડપી લીધો

ચોટીલામાં હત્યાના ગુનામાં ફરાર શખ્સને મોરબી LCBએ 8 વર્ષ બાદ ઝડપી લીધો

ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2015ની સાલમાં નોધાયેલા હત્યા કેસમાં વિનોદ ધનાભાઈ ડામોર મૂળ મધ્ય પ્રદેશના જાબુઆ જીલ્લાનો વતની છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લેવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી જોકે કોઈ પતો ન લગતા તેઓએ આસપાસના જીલ્લાની પોલીસની મદદ માંગતા મોરબી પોલીસે આરોપીની શોધખોળ કરી હતી અને તપાસ દરમિયાન મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે હત્યા કેસમાં ફરાર આરોપી મોરબી શહેરના લાલબાગ વિસ્તારના ગેટ પાસે હોય જેથી એલસીબીની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને આરોપી વિનોદ ધનાભાઈ ડામોરને ઝડપી લીધો હતો અને બી ડીવીઝન પોલીસ મથક હવાલે કર્યો હતો વધુ તપાસ અર્થે આરોપીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW