વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલા બ્રાવેટ ગ્રેનીટો પ્રાઇવેટ લીમીટેડ નામની ફેકટરીમાં મજુરી કામ કરતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકના ખોડુ ગામના વતની ભાવેશભાઈ હર્ષદભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન ભાવેશભાઈ મકવાણા વચ્ચે મોડી રાત્રેકોઈ બાબતે બોલાચાલી થઇ હતી જે બાદ બન્ને વચ્ચેનો ઝઘડો વધી જતા ભાવેશભાઈએ આવેશમાં આવી હંસાબેન પર ધોકા જેવા કોઈ હથીયાર વડે હુમલો કરી દેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા બેભાન થઇ ગઈ હતી તો પોતે પણ ગભરાઈ ગળાના ભાગે છરી મારી દેતા ઘટના અંગેની જાણ થતા ફેકટરીના ભાગીદાર દિલીપ ઉર્ફે દીપક ભીમજી મેરજા દોડી ગયા હતા અને બન્નેને ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે હંસાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જયારે ભાવેશભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે

