HomeGujaratવાંકાનેરના સેન્સો ચોકડી પાસે આયુર્વેદિક શિરપના નામે વેચાતી રૂ 48 હજારની કિંટ...

વાંકાનેરના સેન્સો ચોકડી પાસે આયુર્વેદિક શિરપના નામે વેચાતી રૂ 48 હજારની કિંટ નશાની 320 બોટલ પકડાઈ,

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ઇકો કારમાં એક ગેરકાયદે આયુર્વેદિક શિરપનું વેચાણ થતા હોવાની વાંકાનેર સર્કલ પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે સીપીઆઈ વી.પી ગોલ, પીએસઆઈ બી પી સોનારા અને ટીમ દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સેન્સો ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન જીજે 36 ટી 8016 નંબરની કાર આવતા તેની તલાસી લીધી હતી તલાસી દરમિયાન કારમાંથી આયુર્વેદિક શિરપના નામે અલગ અલગ બ્રાંડની રૂ 48 હજારની કિમતની 320 બોટલ મળી આવી હતી જેના બીલની માંગણી કરતા આ શિરપના કોઈ બીલ કે પુરાવા ન હોવાનું સામે આવતા પોલીસે તુરંત રૂ 48 હજારની કિમતની શિરપ અને ઇકો કાર એમ કુલ 2,48,000ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

બનાવ બાદ પોલીસે આરોપી કારચાલકની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરતા પોતાનું નામ સુરેશ ચૌહાણ નવા જાંબુડિયા ગામમાં આવેલા દશામાં મંદિર પાસે ના એક રહેણાંક મકાનમાં રહેતો હોય અને મૂળ વતન જુનાગઢ જીલ્લાનું માણાવદર ખડિયાના વતની હોવાનું જણાવ્યું હતું બનાવ બાદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હોનોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તેના વિરુદ્ધ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW